અંકલેશ્વર પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

રાજપીપળા ચોકડી પાસે પીકઅપ ગાડી નંબર-જી.જે.16.એ.ડબલ્યુ.5722માં શંકાસ્પદ ભંગાર ભરેલ છે અને આ ગાડી હાલ રાજપીપળા ચોકડી પાસે ઉભેલ છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા..

New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
રાજપીપળા ચોકડી નજીકથી ટેમ્પો ઝડપાયો
શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો
રૂ.3.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
એક આરોપીની પોલીસે કરી અટકાયત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને પકડી પાડ્યો હતો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે પીકઅપ ગાડી નંબર-જી.જે.16.એ.ડબલ્યુ.5722માં શંકાસ્પદ ભંગાર ભરેલ છે અને આ ગાડી હાલ રાજપીપળા ચોકડી પાસે ઉભેલ છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા..
પોલીસે સ્થળ પરથી બાતમી વાળી ગાડીમાં તપાસ કરતાં તેમાંથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મૂળ યુપી અને હાલ મીરા નગર વિસ્તારમાં આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતો પીકઅપ ગાડી ચાલક ઇંદેશ સુઘરસિંગ પાલની ભંગારના જથ્થા સાથે પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 420 કિલો ભંગાર કિમત 16 હજાર અને ગાડી મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે...
Latest Stories