New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
પોલીસ વિભાગ દ્વારા આયોજન
તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રૂ.2.37 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો
18 મોબાઈલ ફોન પરત કરાયા
અંકલેશ્વર વિભાગીય પોલીસવડાની કચેરી ખાતે યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ રૂ.2.37 કરોડનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો.
ચોરી,લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો. કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથક, જીઆઇડીસી પોલીસ મથક,ગ્રામ્ય પોલીસ મથક, પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ 18 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.આ સાથે જ ચોરીનો એક ગુનો તેમજ વર્ષ 2018માં બનેલ ધાડના ગુનામાં ગયેલ રૂપિયા 2.27 કરોડનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં પોલીસે કુલ રૂપિયા 2.37 કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં સફળતા મેળવી હતી.આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા, પાનોલી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ચોરી સહિતના બનાવવામાં ગયેલ કીમતી સામાન નાગરિકોને ટૂંકા ગાળામાં પરત મળે તે માટે પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Latest Stories





































