ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ, 3 ફોર્મ રદ્દ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના ૮, રિઝર્વ કેટેગરી માટે ૧ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે

New Update

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ચકાસણીની પ્રક્રિયા આજરોજ પૂર્ણ થઈ હતી જેમાં જનરલ કેટેગરીના 3 ફોર્મ ટેક્નિકલ કારણોસર રદ્દ કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના ૮, રિઝર્વ કેટેગરી માટે ૧ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાછળ ઠેલવવામાં આવેલી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી જેમાં ૬ જૂનના રોજ ઉમેદવારી પત્રોનું વિતરણ અને ૧૧ મીથી ઉમેદવારોની નોંધણી કરવામાં હતી હતી.આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગીરીની 8 બેઠકો માટે ભરાયેલ કુલ 32 ફોર્મ પૈકી 3 ફોર્મ ટેક્નિકલ કારણોસર રદ્દ થયા હતા આથી હવે 29 ફોર્મ માન્ય છે. રદ્દ કરાયેલ ફોર્મમાં સહયોગ પેનલના નીરજ પટેલ અને મનીષ પીઠડીયા તેમજ વિકાસ પેનલના ભરત ભાનુશાલીના ફોર્મનો સમાવેશ થાય છે.
આવી જ રીતે રિઝર્વ કેટેગરી 1 બેઠક માટે ભરાયેલ 3 ફોર્મ પૈકી ત્રણે ત્રણ ફોર્મ માન્ય રહ્યા છે જ્યારે કોર્પોરેટ કેટેગરીની 1 બેઠક માટે ભરાયેલ ફોર્મ પણ માન્ય રહ્યું છે. ઉમેદવારો  ૧૯ મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે ત્યાર બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. ૨૯ મીએ સવારથી મતદાન કરાવવામાં આવશે. મતગણતરી પણ તે જ દિવસે કરવામાં આવશે.૧,૨૫૦ થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ ૧૦ સભ્યોની મુદત પૂરી થાય છે જેથી ચૂંટણી યોજવામાં આવે છે.
Latest Stories