New Update
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
NH 48 પરનો બનાવ
કારચાલકના માલમત્તાની થઈ હતી ચોરી
પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ
રૂ.7.78 લાખના માલમત્તાની કરી હતી ચોરી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કારપાર કરી નિંદ્રા માણી રહેલા કારચાલકના રૂપિયા 7.78 લાખના મુદ્દામાલની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત 14 મી મે 2025ના રોજ નવસારીના બીલીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર કલ્પેશ શાહ રાત્રીના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલ અને તેની એસેસરીઝ મળી રૂ. 7.78 લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.
આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા શંકાસ્પદ બાઈક ચાલક નજરે પડ્યો હતો.પોલીસે બાઈક નંબરના આધારે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગારીયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા ખેતલા આપા હોટલના વિપુલ પુના ગમારા ,અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગારના દલાલ નૂરઆલમ , બદરુદ્દીન મનીહાર, અને ભંગાર વેપારીને ત્યાં ન્યુ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઈમરાન કુરેશી ને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતા તેઓ ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories