New Update
/connect-gujarat/media/media_files/2025/09/04/varsad-2025-09-04-21-08-24.jpg)
નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.અંકલેશ્વર અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.
અંકલેશ્વરમાં આજે વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાદળછાયા માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડ્યા હતા.અંકલેશ્વર જીઆઇડીસી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેના કારણે માહોલ ઠંડો થઈ ગયો છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એક તરફ નૈઋત્યના ચોમાસએ સત્તાવાર વિદાય લીધી છે એવામાં બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે.
Latest Stories