New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
માં શારદામણી દેવીની જન્મજયંતિ નિમિત્તે આયોજન
રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
જીવન ચરિત્રને ઉજાગર કરતું વ્યાખ્યાન યોજાયું
અંકલેશ્વર ખાતે શ્રી મા શારદામણી દેવીની જન્મતિથિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રામકૃષ્ણ મિશન, ભૂજના અધ્યક્ષ સ્વામી સુપાનંદજીએ ઉપસ્થિત રહી મા શારદામણી દેવીના જીવન, કાર્ય અને સંદેશ પર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે શ્રી કે. શ્રીવત્સન તથા ગીતાબેન શ્રીવત્સન ઉપસ્થિતિ રહ્યા હતા.
મા શારદામણી દેવી શ્રી રામકૃષ્ણ પરમહંસદેવની સહધર્મિણી હતાં અને તેમને પવિત્ર માતા તરીકે વિશ્વભરમાં શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે. તેમણે નારીશક્તિ, સહનશીલતા અને નિષ્કામ સેવાભાવનો અનોખો આદર્શ સ્થાપિત કર્યો હતો. તેમનું જીવન સંસાર અને આધ્યાત્મિકતાની વચ્ચેનું સુંદર સંતુલન દર્શાવે છે.
Latest Stories