અંકલેશ્વર: NH 48 પર રીક્ષા પલટી જતા અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજરોજ સવારના સમયે ભરૂચ તરફથી એક રીક્ષા અંકલેશ્વર તરફ આવી રહી હતી.તે દરમિયાન

New Update
IMG-20250409-WA0010

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

Advertisment

આજરોજ સવારના સમયે ભરૂચ તરફથી એક રીક્ષા અંકલેશ્વર તરફ આવી રહી હતી.તે દરમિયાન રિક્ષા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.

જે પૈકી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

Advertisment
Latest Stories