New Update
/connect-gujarat/media/media_files/2025/07/16/mixcollage-16-jul-2025-10-48-am-8164-2025-07-16-10-49-31.jpg)
ભરૂચના હાંસોટ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ સમારકામનું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હાંસોટ તાલુકાનો મહત્વનો હાંસોટ રોહીદ કુડાદરા સિસોદ્રા પંડવાઈ કોસંબા રોડના કેટલાક ભાગોમાં સીમેન્ટ કોન્ક્રીટ મટિરિયલ (CC) દ્વારા મજબૂત અને ટકાઉ પેચવર્ક કરી રસ્તાને પુન: પૂર્વવત બનાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
જેથી વાહનચાલકોને વરસાદી મોસમ દરમિયાન સરળ, સલામત અને સુગમ વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ બની રહે છે. માર્ગ પર થતી ભારે વરસાદી અસરને ધ્યાને લઈ, ત્વરિત અને ગુણવત્તાસભર કામગીરી કરવાનું લક્ષ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપનાવવામાં આવ્યું છે. વાહનચાલકો અને રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર તથા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે
Latest Stories