New Update
સાત સૂરોના સરનામે સંગીતમય કાર્યક્રમ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સાત સૂરોના સરનામે જાણીતા ગુજરાતી અને હિન્દી ગીતોનો જલસો યોજાયો હતો.
જેમાં જાણીતાના અતીત કાપડિયા અને તેઓની ટીમ આલાપ સેન્ટર ફોર મ્યુઝિક દ્વારા વિવિધ ગુજરાતી અને હિન્દી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન રિધ્ધિ કાપડિયાએ કર્યું હતું.આ સંગીત જલસોમાં યુપીએલના એક્ઝિક્યુટિવ ડાયરેટર અશોક પંજવાણી,એંજિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ ડાયરેક્ટર અને બીડીએમએના પૂર્વ પ્રમુખ હરીશ જોશી,લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ પ્રમુખ બળદેવ પ્રજપતિ તેમજ આગેવાન નરેશ પૂજરા,રોટરી કલબના પ્રમુખ સુનિલ નેવે,સેક્રેટરી વલ્કેશ પટેલ સહિત સંગીત પ્રેમિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories