New Update
/connect-gujarat/media/media_files/2025/07/05/guj-2025-07-05-09-26-52.jpg)
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માહીતી એકત્ર કરી પ્રત્યનશીલ હતા દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે પ્રોહીબિશનના ગુનાનો ફરાર આરોપી વિકાસ ઉર્ફે છોટુ મદનપ્રસાદ યાદવ જીતાલી ગામ નજીક છે જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.આરોપી છેલ્લા છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.આરોપી જીઆઇડીસી પોલીસ મથકના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories