અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે ચોરીના મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરના જીતાલી ગામ રાવત પાર્ક સોસાયટી મકાન નંબર.૧૯  ખાતે રહેતા ફરીયાદીનો એક ઇનફીનીક્સ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૪૫૦૦/- તથા હેર કટીંગનુ મશીન

New Update
Screenshot_2025-07-28-07-48-53-92_439a3fec0400f8974d35eed09a31f914

અંકલેશ્વરના જીતાલી ગામ રાવત પાર્ક સોસાયટી મકાન નંબર.૧૯  ખાતે રહેતા ફરીયાદીનો એક ઇનફીનીક્સ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૪૫૦૦/- તથા હેર કટીંગનુ મશીન કિ.રૂ.,૫૦૦/- મળી કુલ રૂ.૧૫૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી.

દરમ્યાન અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે ચોરીમા ગયેલ મોબાઈલ સાથે આરોપી મીન્ટુસિંગ ઉર્ફે બાંગા ગણેશસિંગ શ્રીરામાયણસિંગનાનો જીતાલી આલીશાન સોસાયટીના તળાવ પાસે ઉભો છે જે બાતમી આધારે પકડી પાડી તેની અંગ ઝડતીમાથી મોબાઇલ ફોન નંગ-૩ તથા એક હેર કટીંગનુ મશીન જે તમામ મુદ્દામાલ કબજે કરવામા આવ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories