New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે સોસા.
સુફલામ કો.ઓ.હાઉસિંગ સોસા.
સોસાયટીને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા દોડધામ
હુડકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે CMને કરી રજુઆત
અંકલેશ્વર જીઆઇડીસી સુફલામ કો.ઓ હાઉસિંગ સોસાયટીના 132 પરિવારનું ઘરનું ઘર છીનવાઈ જવાનો ભય જોવા મળ્યો હતો. ભારત સરકારના હુડકો દ્વારા કરોડો રૂપિયાના લેણા બાબતે સિલિંગ પ્રક્રિયા હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી માં ગોવર્ધનનાથ હવેલી સર્કલ પાસે આવેલ જીઆઇડીસી સુફલામ કો.ઓ હાઉસિંગ સોસાયટીમાં આજરોજ ભારત સરકાર સંચાલિત હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હુડકો સોસાયટીના લોનના બાકી પડતા 11.42 કરોડ માટે સીલ પ્રક્રિયા કરવા પહોંચ્યા હતા. એ પૂર્વે હુડકો દ્વારા સોસાયટી પર નોટિસ પણ લગાવી હતી. જો કે આજરોજ ટીમ સીલ પ્રક્રિયા કરવા પહોંચતા 132 પરિવારનું ઘરનું ઘર છીનવાઈ જવાની ભીતિ ઊભી થઇ હતી ત્યારે સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા લોન લેનાર બિલ્ડરને તેઓ લોનના હપ્તા આપ્યા હતા પણ તે હપ્તાના ભરી રફુચક્કર થઇ ગયો છે એ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે.નોટીફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા સહીત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરી અંતે 15 દિવસની મુદત મેળવી મામલો થાળે પાડ્યો હતો.
આ અંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે અંકલેશ્વરની ત્રણ સોસાયટીનો આવો પ્રશ્ન ને લઇ સી.એમનું ધ્યાન દોર્યું છે. અંકલેશ્વરની સુફલામ કો.ઓ હાઉસિંગ સોસાયટી લી , સોનમ કો.ઓ. હાઉસિંગ સોસાયટી. લિમિટેડ અને સૌરમ્ય કો.ઓ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ ની હુડકોની લોન બાકી છે. જે અંગે સ્થાનિક રજુઆત નોટીફાઈડ પ્રમુખ દ્વારા ધ્યાન દોરાતા સી.એમ ભુપેન્દ્ર પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી આ મામલે પરિવારનું ઘર સલામત રહે તે માટે સબંધિત વિભાગ જોડે વાત કરી માર્ગ કરવા રજુઆત કરી છે.
Latest Stories