અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલને રૂ.51 લાખના મેડિકલના સાધનોનું અનુદાન અપાયું

સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી ૫૧ લાખ રૂપિયાના  ખર્ચે ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે સરદાર પટેલ હોસ્પિટલ

  • હોસ્પિટલને મળ્યું રૂ.51 લાખનું અનુદાન

  • મેડીકલના સાધનોનું અનુદાન અપાયું

  • ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા અનુદાન અપાયું

  • આમંત્રીતો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત ગાર્ડિઅન કંપની દ્વારા રૂ.૫૧ લાખના ખર્ચે મેડિકલ ઇક્વિપમેન્ટનું દાન આપવામાં આવ્યું હતું અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત ગાર્ડિયન કંપની તરફથી ૫૧ લાખ રૂપિયાના  ખર્ચે ઓપરેશન થિયેટરમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું હતું.
આ સાધનોમાં ઓર્થો ડ્રિલ - હાડકાની સર્જરી ચોકસાઈપૂર્વક કરવા, સી આર્મ મશીન - ચાલુ ઓપરેશનમાં શરીરના અંદરના ભાગના X-Ray લેવા, ન્યુરો સર્જરીના સાધનો - મગજ અને સ્પાઇનની જટિલ સર્જરી કરવા, યુરેથ્રોસ્કોપ - પેશાબ અને કિડનીના રોગોની સારવાર માટે, ડેન્ટલ ડાયોડ લેઝર - મોઢાની અંદરની નરમ માસપેશીઓની સારવાર માટે, જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ગુજરાત ગાર્ડિઅન કંપની પ્લાન્ટ મેનેજર ગૌરવ ચંદ્રા, સિનિયર એચ.આર મેનેજર યતીન છાયા, જનરલ મેનેજર ફાયનાન્સ અમિત ખત્રી,હોસ્પિટલના ટ્રસ્ટી ફૈઝલ પટેલ, જયેશ પટેલ, કમલેશ ઉદાણી, ચંદ્રેશ જોશી સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહયા હતા.
Advertisment
Latest Stories