New Update
/connect-gujarat/media/media_files/2026/02/14/scss-2026-02-14-07-58-20.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીના રેસીડેન્સીયલ વિસ્તારમાં ડ્રગ્સ બનાવાતુ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ SOGની ટીમે સિદ્ધ કો.ઓ. હા. સોસાયટીના બી બ્લોકમાં આવેલ ભાડાના મકાન નંબર 301માં દરોડો પાડી MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે. ભાડાના મકાનના બાથરૂમમાં જ લેબ તૈયાર કરી તેમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 70 ગ્રામ જેટલું તૈયાર MD ડ્રગ્સ તથા મોટી માત્રામાં રો મટીરિયલ કબ્જે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો અનિલ રાખોલિયાને આરોપી તરીકે ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતો હતો.આ સમગ્ર કાર્યવાહી ભરૂચ SOGની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. હાલ આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ડ્રગ્સના સપ્લાય નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે.
Latest Stories