અંકલેશ્વર : શ્રી સિધ્ધ રૂદ્ર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તરલાઓનો સન્માન સમારોહ યોજાયો, MLA ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે શ્રી સિધ્ધ રૂદ્ર  બ્રહ્મ સમાજ  ભવન ખાતે શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તરલાઓ અને વિશિષ્ઠ વ્યક્તિઓનો

New Update
MixCollage-01-Sep-2025-08-14-PM-1380

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે શ્રી સિધ્ધ રૂદ્ર  બ્રહ્મ સમાજ  ભવન ખાતે શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તરલાઓ અને વિશિષ્ઠ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહ માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા .

શ્રી સિદ્ધરૂદ્ર બ્રહ્મસમાજ કેળવણી મંડળ દ્વારા અંકલેશ્વર ના ગડખોલ ગામ નજીક આવેલ શ્રી સિધ્ધ રૂદ્ર  બ્રહ્મસમાજ ભવન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમાજના ધોરણ 10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ ,પોસ્ટ ગ્રેજ્યુએટ ,પીએચડી ,ડોકટર અને રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ઠ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સમાજના પ્રમુખ મહેશ પટેલ ,ડોકટર નીતિન પટેલ સમાજના આગેવાન અને જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત સમાજના મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓ ને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનીત કરાયા હતા.આ પ્રસંગે સમાજ ના જયનાબેનપટેલ ,જનક પટેલ અને સુનિલ ભટ્ટ સહીત ના આગેવાનો સહીત સમસ્ત સિધ્ધ રૂદ્ર   બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહયો હતો
Latest Stories