અંકલેશ્વર: શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રા નિકળી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન ભરૂચ શાખા દ્વારા અંકલેશ્વરમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનો આયોજન કરવામાં આવ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્રીમદ સત્સંગી જીવન કથાનો પ્રારંભ

  • પોથીયાત્રાનું કરાયુ આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

  • 27મી એપ્રિલ સુધી આયોજન

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન ભરૂચ શાખા દ્વારા અંકલેશ્વરમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનો આયોજન કરવામાં આવ્યું છે

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન ભરૂચ શાખા દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે તારીખ 27મી એપ્રિલ સુધી શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા પ્રસંગે દીપોત્સવ, અન્નકૂટોત્સવ, ધન્ય ગુરુઆશ્રમ, માતૃપિતૃ વંદના, રાસોત્સવ અને ભક્તવત્સલ ભગવાન સહિતના ઉત્સવ ઉજવવામાં આવશે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે. જ્ઞાન સ્વરૂપદાસજી અને અક્ષર પ્રિયદાસજી સ્વામી કથાનું રસપાન કરાવી રહ્યા છે
Latest Stories