New Update
/connect-gujarat/media/media_files/2025/09/07/jay-2025-09-07-09-30-56.jpg)
ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ડેપોમાંથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાવાજી લક્ષ્મી દાસ નામનો ઇસમ કાળા કલરના થેલામાં ગાંજો લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ડેપોમાં આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા ઇસમને પકડી તેના પાસે રહેલા થેલામાં ચેક કરતા તેમાંથી 9.899 કિલો ગ્રામ ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બિહારના સોહથા ગામમાં રહેતો બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલને ઝડપી પાડ્યો હતો.
Latest Stories