New Update
/connect-gujarat/media/media_files/2025/08/09/img-20250809-wa0011-2025-08-09-09-31-25.jpg)
ભરૂચ એસ.ઓ.જી.ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સકાટા ચોકડી શીવ શક્તિ એપાર્ટમેન્ટ ખાતે આવેલ જય માજીસા મોબાઈલ શોપ નામની દુકાનમા સુરેશસીંગ નામનો ઈસમ તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરે છે જેના આધારે દરોડા પાડતા
ગેસના 14 સિલિન્ડર અને વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી સુરેશસીગ ધનસીંગ રાજપુરોહીત, ઉ.વ.૩૨, ધંધો-વેપાર, રહેવાસી મ.નં. ૧૮, શિવશક્તિ એપાર્ટમેન્ટ, સકાટા ચોકડી, પાનોલી, તા.અંકલેશ્વર વિરુદ્ધ અનઅધિકૃત રીતે એક ગેસની બોટલમાથી બીજી બોટલમા સળગી ઉઠે તેવો પ્રદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાઈ એવુ કૃત્ય કરવા બદલ તેના વિરૂધ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Latest Stories