New Update
/connect-gujarat/media/media_files/2025/09/18/mixcollage-18-sep-2025-08-38-am-9571-2025-09-18-08-39-23.jpg)
અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે NDPSના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોના રહેણાંક મકાનમાં વીજ કર્મચારીઓ સાથે વીજ કનેકશન ચેક કરી રૂ.૭૪,૫૦૦/- નો દંડ કરાવાવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા તરફથી અસામાજીક તત્વો દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે NDPSના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવી DGVCL કર્મચારીઓ સાથે વીજ કનેકશન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી જેમા અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના નાર્કોટીકસના
ગુનામાં સંકળાયેલ આરોપીઓ પૈકી જગદિશ શેલાભાઇ ભરવાડ, રહે.૨૨, રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વરના ઘરે ચેકીંગ હાથ ધર્યુ દરમ્યાન વીજ જોડાણ ગેરકાયદેસર જણાઇ આવતા વીજ કંપની દ્વારા વીજ કનેકશન કાપી રૂ.૭૪,૫૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો.પોલીસની કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Latest Stories