New Update
/connect-gujarat/media/media_files/2025/10/02/thmb-recovered-recovered-recovered-recovered-2025-10-02-22-00-14.jpg)
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રી અને ગામના સરપંચની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ હતી. ગાંધી જયંતી નિમિત્તે વિશેષ યોજાયેલ ગ્રામસભા શરુ થતાં જ સમરાંગણમાં ફેરવાય હતી. ગામ સભામાં હજુ તલાટી કમ મંત્રી બોલવાની શરૂઆત કરતા જ બન્ને પક્ષ વચ્ચે બબાલ શરૂ થઈ હતી.સભા બોલાચાલી બાદ ઉગ્ર બનતા અચાનક ખુરશીઓ ઉછળી હતી અને ત્યારબાદ મારામારી શરૂઆત જ માથા ફૂટ્યા હતા. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે બને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદની તજવીજ શરૂ હતી.
Latest Stories