અંકલેશ્વર: NH 48 પર એસ.ટી.બસે કારને ટક્કર મારતા અકસ્માત, 2 લોકોને ઇજા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઈવે પર પાનોલી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-28-Jul-2025-09-33-AM-5724

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. નેશનલ હાઈવે પર પાનોલી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેમાં એસટી બસના ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે

Latest Stories