/connect-gujarat/media/media_files/2025/09/01/mixcollage-01-sep-2025-08-45-pm-7843-2025-09-01-20-51-27.jpg)
અંકલેશ્વર શહેરમાં સમી સાંજના સમયે એસટી બસ ચાલકે 4 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીકથી પસાર થઈ રહેલ અંકલેશ્વર હાંસોટ એસટી બસની બ્રેક ફેલ થઈ જતા ચાલક બસને રોંગ સાઈડ લઈ ગયો હતો.આ દરમિયાન સામેથી આવતા બે બાઈક એક મોપેડ અને કારને અડફેટે લીધી હતી.
આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે અકસ્માતના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ચાલકે સમય સુચકતા વાપરી એસટી બસને રોંગ સાઈડ લઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક પણ આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં એસટી બસની બ્રેક ફેલ થઈ જતા બસ નજીકમાં રહેલ વાહનોમાં ભટકાઈ હતી ત્યારે એસટી બસના કારણે સર્જાતા વારંવારના અકસ્માત ચિંતાનું કારણ કહી શકાય.