New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
મેમોગ્રાફી મોબાઈલ વાનનું લોકાર્પણ
સુદર્શન ગ્રુપ દ્વારા વાન અર્પણ કરાય
આરોગ્ય વિભાગને વાન આપવામાં આવી
સ્તન કેન્સર નિદાનમાં થશે ઉપયોગી
અંકલેશ્વરમાં આજે સીએસઆર પ્રવૃતિઓ અંતર્ગત દીપક ફાઉન્ડેશન તેમજ સુદર્શન ગુજરાત એમએફજી પ્રા. લિ.દ્વારા મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનુ લોકાર્પણ કર્યું હતુ.અંકલેશ્વરના ડાયમન્ડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયેલા આ લોકાર્પણ સમારંભમાં સુદર્શન ગૃપ તેમજ દિપક ફાઉન્ડેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગને મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનુ અનુદાન આપ્યુ હતુ.
આ પ્રસંગે એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા,ઉદ્યોગ અગ્રણીઓ અશોક પંજવાની, કમલેશ ઉદાણી, બળદેવ પ્રજાપતિ,સીડીએચઓ ડૉ. જે.એસ. દુલેરા,સુદર્શન ગૃપના પીપલ પ્રેક્ટિસ અને ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર શિવાલિકા રાજે, ડાયરેક્ટર દિનેશ કે. રાણા,ડીજીએમ-સીએસઆર માધુરી ડી સનસ, તેમજ એચ.આર. હેડ હેતલ બકરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્તન કેન્સરના નિદાન માટે આ વાન ઉપયોગી બની રહેશે.
Latest Stories