New Update
/connect-gujarat/media/media_files/2025/10/30/cssc-2025-10-30-21-10-12.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા
શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપાયુ
ટેન્કર ચાલકની કરવામાં આવી ધરપકડ
રૂ.23.44 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સિલ્વર સેવન હોટલ પાછળથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેકર સાથે ચાલકની અટકાયત કરી કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી રૂ 23.44 લાખનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી. કે નેશનલ હાઇવે પર આવેલ સિલ્વર સેવન હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઉભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઇ તેને વેચાણ કરવામાં માટે કવાયત ચાલી રહી છે. જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર ઝડપી પાડયું હતું.પોલીસે તપાસ કરતા આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઇડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઈન્વોઈસ નામે હતું. તેની પ્રાથિમક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ની ટિમ આવી પહોંચી અને સેમ્પલ લીધા હતા. તો એફ.એસ.એલ દ્વારા પણ સેમ્પલ લઇ પૃથક્કરણ શરુ કર્યું હતું. એલસીબી ની ટીમે યુપીના ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે રૂ.3 લાખ 44 હજારનો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા 23.લાખ 44 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Latest Stories