અંકલેશ્વર : એપેક્ષ હેલ્થકેરના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર કંપનીનો શાતીર કર્મચારી ઝડપાયો...

ગુજરાત | ભરૂચ | સમાચાર ,અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની એપેક્ષ હેલ્થકેરમાં ફરજ બજાવતો સેતુ ભદ્રેશભાઈ વાવડીયાએ કંપની સાથે જ વિશ્વાસઘાત કર્યો હતો. તેને કંપનીના નામના બોગસ લેટર હેડ, સિક્કા, 

New Update

એપેક્ષ હેલ્થકેરના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનો મામલો

શાતીર કર્મચારીએ કંપનીના જ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા

કંપનીમાં પોતાની ભાગીદારી હોવાનું સંબંધીઓને જણાવતો

અંકલેશ્વર GIDC પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી

સમગ્ર મામલે GIDC પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની એપેક્ષ હેલ્થકેરમાં ફરજ બજાવતો સેતુ ભદ્રેશભાઈ વાવડીયાએ કંપની સાથે જ વિશ્વાસઘાત કર્યો હતો. તેને કંપનીના નામના બોગસ લેટર હેડસિક્કાબનાવટી સહીં સહિતના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા હતાઅને પોતાના સગા-સંબંધીઓને કંપનીમાં ભાગીદાર હોવાનું જણાવતો હતોઅને કંપનીના સત્તાધીશોને બદનામ કરવાનું કાવતરું કરતો હતો.

આ સમગ્ર મામલો બહાર આવતા કંપનીના ડાયરેક્ટર ડો. ચંદુ ગાબાણી દ્વારા અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીએ કંપની પાસેથી રૂપિયા લેવાના હોવા અંગેની પણ ઓનલાઈન ખોટી પોલીસ ફરિયાદ દર્જ પણ કરાવી હતી. જોકેસેતુ વાવડીયાનો ભાંડો ફૂટી ગયો હતો. શાતીર કર્મચારી સેતુ વાવડીયાએ સગા સંબંધીઓને વિશ્વાસમાં લેવા માટે કંપની સામે હાઇકોર્ટમાં કેસ કર્યો હતો અને જે કેસ તે જીતી ગયો હોવાની બોગસ નોટિસો પણ બતાવી હતી. આ અંગે કંપનીના ડાયરેક્ટર ડો. ચંદુ ગાબાણીએ જણાવ્યું હતું કેસેતુ વાવડીયાએ કંપની સામે ઇડીની નોટિસ તેમજ રૂપિયાની લેતી દેતી અંગે ઇન્કમટેક્ષ વિભાગની પણ નોટિસ બોગસ બનાવી હતી. વધુમાં આરોપીએ દિલ્હીમાં પણ કંપનીનું આઈડી બતાવીને રૂમ ભાડે રાખ્યું હતુંઅને 2 મહિનાનું ભાડું ન ચૂકવી ચીજ વસ્તુઓની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે સેતુ વાવડીયાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories