અંકલેશ્વર: આવતીકાલે નવમી સાઇકલોવોકાથોન યોજાશે, 1 હજારથી વધુ લોકો લેશે ભાગ

અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • સાયકલોવોકાથોન યોજાશે

  • 1 હજારથી વધુ લોકો લેશે ભાગ

  • પર્યાવરણની જાળવણીના હેતુસર આયોજન

અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે
પર્યાવરણની જાળવણીના હેતુસર રહેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સાયકલોકનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આવતીકાલ તારીખ 20 એપ્રિલને રવિવારના રોજ 9મી સાયકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો જીઆઇડીસીમાં આવેલ અટલજી જોગસ પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. વોકાથોન પાંચ કિલોમીટર જ્યારે સાયકલોથન 15 કિલોમીટરની રહેશે.આ સાયકલોવોકાથોનમાં અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પર્યાવરણની જાળવણીના હેતુસર હજારો લોકો આ સાયકલોવોકાથોનમાં ભાગ લેશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું