અંકલેશ્વર: AIAની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને !

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.સૌ પ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી

New Update
  • અંકલેશ્વર ઉદ્યોગ મંડળની યોજાશે ચૂંટણી

  • તારીખ 20 જૂને મતદાન

  • ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ

  • 10 બેઠકો પર 20 ઉમેદવારો વચ્ચે જંગ

  • સહયોગ અને વિકાસ પેનલ મેદાને

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જુને યોજનારી ચૂંટણીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આ ચૂંટણીમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે. 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.સૌ પ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતાં રસાકસીનો જંગ ખેલાશે. ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા હતા જ્યારે ફોર્મ રિજેક્ટ થયું હતું. સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે.

સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે. 30 મેનેજીંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 20મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો મતદારોને રીઝવવામાં લાગી ગયાં છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ઉમેદવારોના નામ:-
કોર્પોરેટ કેટેગરી:
ઓઝા સંજય કુમાર- સહયોગ પેનલ
રાવ પી. આર.- વિકાસ પેનલ
રિઝર્વ કેટેગરી:-
વાઘાસિયા ભાવેશ પી.-સહયોગ પેનલ
પટેલ યોગેશ આર.- વિકાસ પેનલ
જનરલ કેટેગરી:
સહયોગ પેનલ:-
શાહ ધીરેન એમ.
રાવલ પ્રકાશચંદ્ર સી
અંતાલા પંકજ એસ.
ચોવટિયા અશોક એન.
ખુંટ દિનેશ બી.
પટેલ કમલેશ બી.
પટેલ કલ્પેશ પી.
પટેલ હરેશ જી.
વિકાસ પેનલ:-
પટેલ ભૂપેન્દ્ર એસ.
કાલરિયા ભાવેશ ડી.
પટેલ નિલેશ બી.
ગાંધીયા કમલેશ એન.
જીંજાળા નરેન્દ્ર એ.
પટેલ અતુલ બી.
પટેલ વિમલકુમાર કે
વેકરિયા ચિંતન જે.
Latest Stories