New Update
અંકલેશ્વરમાં આવેલું છે માંડવ્યેશ્વર મહાદેવ મંદિર
માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે અનોખી માન્યતા
શિવજીને ચઢાવાય છે ભાતના પિંડ
પિતૃઓની શાંતિ માટે કરવામાં આવે છે વિધિ
કાશી વિશ્વનાથ મંદિર બાદ અંકલેશ્વરમાં જ થાય છે આ વિધિ
અંકલેશ્વર ખાતે આવેલ મંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશે ભાતના પીંડ ચઢાવવામાં આવે છે.પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે. માંડેવ્યેશ્વર મહાદેવ મંદિર શિવજીને ભાતના પિંડ ચઢાવવામાં આવ્યા હતા
સમગ્ર ભારત વર્ષમાં માત્ર બે જ સ્થળોએ કાળી ચૌદશના દિવસે મહાદેવજીને ભાતના પીંડથી ઢાંકવામાં આવે છે.એક કાશીવિશ્વનાથ અને બીજુ અંકલેશ્વર સ્થિત મંડવ્યેશ્વર મહાદેવ મંદિર.અહી એવી કથા પ્રચલિત છે કે માંડવ્યેશ્વર ઋષિ અહી જ્યારે તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઇ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઇ હતી.તેણીએ સતી અનુસુયાના પગલે ચાલી ઘોર તપ કર્યું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મેળવ્યુ હતુ.આ પવિત્ર ભૂમિ પર કાળી ચૌદશના દિવસે ભગવાન મહાદેવને ભાતના પીંડ ચઢાવવા માં આવે છે. પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરવામાં આવે છે. માંડેવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ કાળી ચૌદશના દિવસે ચઢાવાતા આ પિંડ પિતૃ દેવતાઓની શાંતિ અર્પે છે ભક્તો પણ શ્રદ્ધા પૂર્વક માંડેવ્યેશ્વર મહાદેવ પ્રત્યે આસ્થા ધરાવે છે. કાળી ચૌદશના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાતથી ઢાંકવામાં આવ્યા હતા. અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
Latest Stories