અંકલેશ્વર: જીતાલી ગામે પરંપરાગત મેળો યોજાયો, ઢીંગલા ઢીંગલાના લગ્ન કરાવાયા

અંકલેશ્વરના જીતાલી ગામે ઢીંગલી તથા ઢીગલાના લગ્નનો ભાતીગળ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે. ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીગલી અને દેવીપૂજક ફળિયામાંથી ઢીગલાનો વરઘોડો

author-image
By Connect Gujarat Desk
New Update
આજે ભાદરવી અમાસ
અંકલેશ્વરના જીતાલી ગામે ઉજવણી
પરંપરાગત મેળો યોજાયો
ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવાયા
આદિવાસી સમાજના સભ્યો જોડાયા
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલાના લગ્ન યોજાયા હતા. આદિવાસી સમાજે ઢીંગલા ઢીંગલીના લગ્ન કરાવી  મેળાની પણ મજા માણી હતી.
અંકલેશ્વરના જીતાલી ગામે ઢીંગલી તથા ઢીગલાના લગ્નનો ભાતીગળ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે. ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીગલી અને દેવીપૂજક ફળિયામાંથી ઢીગલાનો વરઘોડો વાજતે ગાજતે નીકળે છે.ગામના જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીના રીતિરિવાજથી લગ્ન કરાવાય છે. આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની  શરૃઆત શ્રાવણસુદ પુનમથી કરવામાં આવે છે. ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યાપક્ષ બની સગાઇ વિધિ યોજીને 30 દિવસ પૂર્વે લગ્ન વિધીનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પર નૃત્ય પણ કરે છે.જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડયું હતું. ગામમાં હિન્દુ-મુસ્લિમ લોકોએ ભાઇચારાની ભાવના સાથે ઢીંગલા ઢીગલીનો મેળો ભરીને જુના રીતરિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે.
Here are a few more articles:
Read the Next Article