અંકલેશ્વર : હાંસોટના સુણેવખુર્ડ ગામે દશેરાના પર્વ પર પહલગામ એટેક અને પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે અને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાંસોટ તાલુકાના

New Update
IMG-20251002-WA0093
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધના પર્વ નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે અને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાંસોટ તાલુકાના સુણેવખુર્ડ ગામના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દશેરાના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુલવામાં એટેક, પહલગામ એટેકના શહીદો તેમજ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.મીણબત્તી પ્રજ્વલિત કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
Latest Stories