અંકલેશ્વર : “નમો લક્ષ્મી યોજના” હેઠળ ધોરણ 8થી 12ની વિદ્યાર્થીનીઓને મળશે રૂ. 50 હજારની સહાય…

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની એમટીએમ ગર્લ્સ હાઇકુલ ખાતે જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરાયેલ નમો લક્ષ્મી યોજના” અંગે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યોને  માર્ગદર્શન આપવામાં હતું.

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ ઉચ્ચત્તર અભ્યાસ મેળવી શકેતેના માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના” બહાર પાડવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના” અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 8થી 12ની વિદ્યાર્થીનીઓને રૂ. 50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો છે.

જોકે, વિદ્યાર્થીનીઓ ઉચ્ચત્તર અભ્યાસ મેળવી શકેત્યારે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેકટર ભારત સલાટઆસીસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેકટર પ્રદીપ પટેલ અને જીજ્ઞેશ પટેલની અધ્યક્ષતામાં નમો લક્ષ્મી યોજના” અંગે અંકલેશ્વર તાલુકા અને શહેરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યોને  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીની પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ-9માં પ્રવેશ મેળવવો જરૂરી છે. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઇએ. અરજીની પ્રક્રિયા ઓનલાઇન પ્રક્રિયા  અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે. આ યોજના માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી” નામનું પોર્ટલ  બનાવવામાં આવશે. આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીના વાલીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. જો વિદ્યાર્થીનીના વાલી ન હોય તોસહાયની રકમ વિદ્યાર્થીનીના બેન્ક ખાતામાં જમા કરાશે સહીતની માહિતી પુરી પાડવામાં આવી હતી.

Latest Stories