અંકલેશ્વર: નોબારીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરાયું

અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કુમાર શાળા બ્રાન્ચ -ચાર  નોબારીયા કમ્પાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો........

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • નોબારીયા પ્રાથમિક શાળા ખાતે આયોજન

  • વિદ્યાર્થીઓને યુનિફોર્મનું કરાયુ વિતરણ

  • 148 વિદ્યાર્થીઓને યુનિફોર્મ અપાયા

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત નોબારીયા પ્રાથમિક શાળા ખાતે સ્વર્ગીય શિક્ષિકા દક્ષાબેન ગોહિલના પરિવાર તરફથી શાળાના 148 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત કુમાર શાળા બ્રાન્ચ -ચાર  નોબારીયા કમ્પાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ ,સભ્ય ધર્મેશ રાણા ,નરેશ મોદી અને યુનિફોર્મના  દાતા પ્રવીણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
દાતા પ્રવીણ પરમારના ધર્મપત્ની અને  શિક્ષિકા સ્વર્ગીય દક્ષાબેન ગોહિલના સ્મરણાર્થે પ્રવીણ પરમાર દ્વારા ઉપસ્થિત મહાનિભવોના હસ્તે શાળાના 148 બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 નગર શિક્ષણ સમિતિ અને નોબરીયા શાળા દ્વારા દાતા પ્રવીણ પરમારનું શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય નીતાબેન પટેલ , શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories