New Update
/connect-gujarat/media/media_files/2025/11/02/ishwarsinh_patel_self-2025-11-02-20-34-38.jpg)
રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ઉકાઈ જમણાકાંઠા નહેર સંશોધન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન નહેરના સમારકામના કાર્યો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી.અધિકારીઓએ નહેરના સમારકામ માટે 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ મુદ્દે મંત્રીએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.બેઠકમાં ચર્ચા દરમ્યાન નક્કી કરાયું કે હાલના વર્ષ દરમિયાન નહેરના સમારકામના કારણે ખેડૂતોને સિંચાઈમાં તકલીફ ન પડે તે માટે આ વર્ષે સમારકામ મુલત્વી રાખી આગામી વર્ષે કરવાની સંભાવના પર વિચારણા કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા નહેરના જાળવણી અને સમારકામના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિકલ્પો પર પણ ચર્ચા થઈ હતી.
Latest Stories





































