મામલતદાર કચેરીએ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં 10 જેટલી અરજીઓ સાંભળવામાં આવી હતી
અરજદારોની 8 અરજીનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો
મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભરૂચ જિલ્લાની અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જેમાં અધિકારીઓએ ફરિયાદિને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.