New Update
/connect-gujarat/media/media_files/2025/09/19/02-2025-09-19-21-52-28.jpg)
અંકલેશ્વર અને હાંસોટના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ત્યારે અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે વીજળી પડતા મહિલાનું મોત નિપજ્યું હતું.
પીલુદરા ગામ ખાતે રહેતા ૪૭ વર્ષીય વર્ષાબેન જગદીશભાઈ પટેલ ગામની સીમમાં ઢોર ચરાવવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ પર વીજળી પડી હતી જેમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો બીજી તરફ મામલતદાર ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી છે
Latest Stories