આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો
મહિલા શક્તિને સન્માનિત કરવામાં આવી
આમંત્રિતો સહિત મહિલા આગેવાનો રહ્યા ઉપસ્થિત
યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટને બિરદાવવામાં આવ્યું
અંકલેશ્વર જીઆડીઈસીના કમલમ ગાર્ડનમાં યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઇડીસીના કમલમ ગાર્ડનમાં યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોષી, મયંક બુચ, હરેશ રંગાની, સુભાષ પટેલ અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. વધુમાં આ અવસરે સમાજમાં સેવાના કાર્યમાં અગ્રેસર ભૂમિકા નિભાવતી મહિલા શક્તિને સન્માનિત કરવામાં આવી હતી.
યોર ડ્રિમ ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અશોક ઓઝા,ધર્મ પટેલ, નિલમ પાદરીયા અને સેવાભાવી સ્વયંસેવકો મિત્રોના સહયોગથી આ મહિલા સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.