ધોરણ-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થિની અનોખી સિદ્ધિ
રેયાંશ મકવાણાએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો
સોફ્ટ ટેનિસ અંડર-14 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
રેયાંશ રાષ્ટ્રીય કક્ષાની અંડર-14 ટુર્નામેન્ટમાં ભાગ લેશે
રેયાંશ મકવાણાએ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ધોરણ-7માં અભ્યાસ કરતા રેયાંશ મકવાણાએ રાજ્યકક્ષાની સોફ્ટ ટેનિસ અંડર-14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશભાઈ મકવાણાનો પુત્ર રેયાંશ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ-7માં અભ્યાસ કરે છે. રેયાંશને રમત-ગમતમાં લોન્ગ ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ભારે રુચિ રહી છે. રેયાંશની આ રમત પ્રત્યેની રુચિ જોઈને પિતા રાજેશ મકવાણાએ અંકલેશ્વરના જીમખાનામાં કોચ વાજીદ પઠાણ પાસે સોફ્ટ ટેનિસમાં કોચીંગમાં મુક્યો હતો, જ્યાં કોચિંગ લેવાનું શરૂ કર્યું હતું, અને રેયાંશે સોફ્ટ ટેનિસમાં કોચિંગ લઇ શાળા અને ખેલ મહાકુંભ તેમજ ટેનિસ પ્રીમિયર લીગ સહીતની ટુર્નામેન્ટમાં ભાગ લઇ વિજેતા બન્યો હતો. ત્યારબાદ સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તા. 8 નવેમ્બરના રોજ ભરૂચ ખાતે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેયાંશે સોફ્ટ ટેનિસ અંડર-14માં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી 16 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રેયાંશે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ, અંકલેશ્વર સહિત શાળા અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. જોકે, રેયાંશ આગામી ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશના દેવાસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર-14 ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા રેયાંશએ પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.