New Update
ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન
બી.આર.સી.ભવન ખાતે આયોજન
દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો
250 બાળકોએ લીધો લાભ
સાધન સહાયનું કરાયુ વિતરણ
ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories