ભરૂચ જિલ્લામાં ભાદરવો ભરપૂર: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, આજે મધ્યમ વરસાદની આગાહી

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ વરસાદના રેડ એલર્ટ વચ્ચે વિતેલા 24 કલાકમાં તમામ 9 તાલુકામાં

New Update
varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ વરસાદના રેડ એલર્ટ વચ્ચે વિતેલા 24 કલાકમાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો  જંબુસર 1 ઇંચ,આમોદ 1. ઇંચ,વાગરા 3.5 ઇંચ,ભરૂચ 2 ઇંચ,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 2.5 ઇંચ,હાંસોટ 2.5 ઇંચ,વાલિયા 1.5 ઇંચ,નેત્રંગ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ વરસતા જળબંબકાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું.એક તરફ નર્મદા નદીમાં ઉપરવાસમાંથી આવી રહેલ પાણીના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો બીજી તરફ મેઘરાજા આકાશમાંથી સતત વરસી રહ્યા છે. જોકે હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

Latest Stories