ભરૂચ : અંકલેશ્વરમાં 1.5 અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ, આગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના

New Update
varsada

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો વાગરામાં 3 મી.મી., ભરૂચમાં 4 મી.મી. ઝઘડિયામાં 8 મી.મી, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, હાંસોટમાં  10 મી.મી., વાલિયામાં 21 મી.મી. અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન ધીમીધારે ઝરમર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Latest Stories