IIID-ભરૂચ રિજનલ સેન્ટરના 15મા ચાર્ટર-ડે નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય

IIID-ભરૂચ રિજનલ સેન્ટરના 15મા ચાર્ટર ડેની ઉજવણી પ્રસંગે "ચા પર ચર્ચા" પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્કિટેક્ટ મૈત્રી બૂચ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના ભવિષ્ય અને ટકાઉપણાના ખ્યાલો પર ચર્ચા કરવામાં આવી હતી.

New Update

ગત તા. 7મી જૂન-2024ના રોજ IIID-ભરૂચ રિજનલ સેન્ટરના 15મા ચાર્ટર ડે નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

IIID-ભરૂચ રિજનલ સેન્ટરના 15મા ચાર્ટર ડેની ઉજવણી પ્રસંગે "ચા પર ચર્ચા" પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્કિટેક્ટ મૈત્રી બૂચ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના ભવિષ્ય અને ટકાઉપણાના ખ્યાલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ દિવસે સંસ્થાના પ્રમુખની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ એકતા અને સર્જનાત્મકતાની બળબલાહટ સાથે નવી ઊંચાઇઓ હાંસલ કરવા સૌકોઈને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ અધ્યક્ષ આર્કિટેક્ટ અશ્વિન મોદીકલાપી બૂચમૈત્રી બૂચતેજલ રાજપુતચિરાગ વડગામા સહિત પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ્સ રક્ષિત શાહઉમેશ ચૌધરી અને ભવિની દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેડ મેમ્બર્સમાં મનોજ કુલચંદાની (કન્સ્ટ્રક્શન હાઉસ)રવિ કોર્પોરેશનસત્ય ટાઇલ્સના નરેશ કુલચંદાની અને રમેશ પટેલ ઉપસ્થિત રહ્યા. પી.પી.સવાણી આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Latest Stories