New Update
ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના 18 માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ હતી
ભરૂચના લીંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવીલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડી.કે.સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી. મંગળવારે શાળાએ 18 વર્ષ પૂર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો.
શાળાના સ્થાપના દિવસ ની ઉજવણીના ભાગરૂપે આચાર્યા ગીતા પાંધી, જીનીશા મેડમ અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિધાર્થીઓ દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવાયજ્ઞ સમિતિના જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કર્યું હતું. સેવાયજ્ઞના રાકેશ ભટ્ટે સંસ્થાના ગરીબ દર્દીઓ, વૃધ્ધો, નિરાધાર વતી શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.સાર્થક ઉજવણી અંતર્ગત વિધાર્થીઓમાં સમાજને ઉપયોગી થઈ શકાય, પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા. કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યકમ સાથે પૂજાનું આયોજન ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું. જેમાં તમામ સ્ટાફ અને છાત્રો ઉત્સાહભેર જોડાયા હતા.