ભરૂચ : શુકલતીર્થ ગામે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરનાર 2 બહેનોનું રાજ્ય સરકાર દ્વારા કરાયુ સન્માન

ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ ગામના બે બહેનો, જ્યોતિબેન અને જયશ્રીબેન, આ સેવાના વારસાને ખરા અર્થમાં દીપાવી રહ્યા છે. પોતાના દાદીમા પાસેથી મળેલા

New Update
unnamed

ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ ગામના બે બહેનો, જ્યોતિબેન અને જયશ્રીબેન, આ સેવાના વારસાને ખરા અર્થમાં દીપાવી રહ્યા છે. પોતાના દાદીમા પાસેથી મળેલા સેવાના સંસ્કારોને જાળવી રાખીને આ બંને બહેનો મા નર્મદાની પરિક્રમાએ નીકળેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને રહેઠાણની નિઃશુલ્ક વ્યવસ્થા કરી રહી છે. કોઈપણ સંસ્થાકીય સહાય વગર, સંપૂર્ણપણે સ્વ-ખર્ચે અવિરત ચાલતો તેમનો આ 'સેવારથ' આજે અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

તેમની આ અનન્ય અને પ્રેરણાદાયી સેવાકીય કામગીરીની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ બંને બહેનોના સમર્પણને બિરદાવતા વિશેષ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ શુકલતીર્થની રૂબરૂ મુલાકાત લઈ, અભિનંદન પાઠવી ગુજરાત સરકાર દ્નારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું. ભક્તિ અને સેવાના આ અનોખા સંગમે સમગ્ર પંથકમાં આસ્થાની સાથે માનવતાની મહેક પ્રસરાવી છે.

Latest Stories