/connect-gujarat/media/media_files/2026/02/15/1004350786-2026-02-15-09-14-50.jpg)
ભરૂચના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCની એક કંપનીમા અકસ્માત સર્જાયો હતો. સાયખા એન્વાયરો નામની કંપનીમાં ફરજ બજાવતા અજયભાઈ મુન્નાભાઈ નિનામા નામના ૨૪ વર્ષીય શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. શ્રમિક કંપનીના સ્પ્રે ડ્રાયર પ્લાન્ટમાં સાયકલોન મશીનમાં જામી ગયેલા પાવડરને સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા. મળતી વિગતો અનુસાર સફાઈ દરમિયાન અચાનક જ મશીનમાં જામી ગયેલો ગરમ પાવડર ભારે પ્રેશર સાથે મેન્યુઅલમાંથી બહાર ફેંકાયો હતો. આ ગરમ પાવડર સીધો શ્રમિક અજયભાઈ પર પડતા તેઓ ગળાથી લઈને કમર સુધીના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.