ભરૂચ : નેત્રંગમાં 3 અને ઝઘડિયામાં 2 ઇંચ વરસાદ, આજે ઓરેન્જ એલર્ટ !

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના

New Update
varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.

વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 3 ઇંચ અને ઝઘડિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વર્ષેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મી.મી. આમોદમાં 2માં મી.મી., વાગરામાં 3 મી.મી. ભરુચમાં 1 મી.મી. ઝઘડિયામાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 3 મી.મી. હાંસોટમાં 6 મી.મી. વાલિયામાં 3 મી.મી. અને નેત્રંગમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest Stories