/connect-gujarat/media/media_files/2025/08/30/sardar-sarovar-2025-08-30-11-03-37.jpg)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની જળ સપાટી 136. 76 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/30/whatsapp-image-2025-08-30-2025-08-30-11-03-53.jpeg)
સવારે 10:00 વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે. નર્મદા નદીની જળ સપાટી તેના 22 ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 94% ભરાઈ જતા હવે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે