New Update
ભરૂચના આમોદમાં લાભાર્થીઓને લાભ
માંગરોળ ગામે નિર્માણ પામશે 32 મકાન
હળપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ
ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે રાજ્ય સરકારની હળપતિ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર 32 મકાનોના કાર્યનું ખાતમુહૂર્ત કરાયુ હતું. ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે કુલ 32 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને હળપતી આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા મહામંત્રી હિતેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મેલા વસાવા, ગામના સરપંચ તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકારની યોજના થકી વર્ષોથી પોતાના ઘરનું સ્વપ્ન જોતા પરિવારો માટે આશાનું નવું કિરણ જોવા મળ્યું છે.
Latest Stories