New Update
/connect-gujarat/media/media_files/2026/01/01/img-20260101-wa0028-2026-01-01-09-17-13.jpg)
શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની ૨૦૨૪–૨૫ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજરોજ સુગર ફેકટરી ખાતે કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં કમિટી સભ્ય હરેન્દ્રસિંહ ખેર, જયદીપસિંહ પરમાર, નિલેશકુમાર પટેલ,કિરણ પટેલ, જીતેન્દ્રસિંહ જાદવ અને માજી ડિરેકટર હેતલભાઈ પટેલ, ઈશ્વરસિંહ ખેર, સુરેન્દ્રસિંહ પરમાર, જમિયત પટેલ,વાલીયા એ.પી.એમ.સી. ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડા અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો,ખેડૂત આગેવાનો,ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા સહિત સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સભામાં અહેવાલવાળા વર્ષના વહીવટનો સભાસદો સમક્ષ ચિતાર રજુ કર્યો હતો.સાધારણ સભાના એજન્ડાના તમામ કામોને સભાસદોએ સર્વાનુમતે મંજુર કર્યા હતા.વર્ષ ૨૦૨૪-૨૫માં એક એકરમાં વધુ ઉત્પાદન મેળવેલ સભાસદોનું મહાનુભાવોના હસ્તે ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
Latest Stories