New Update
/connect-gujarat/media/media_files/2025/06/27/img-20250627-wa0021-copy-2025-06-27-09-09-48.jpg)
ભરૂચની પાલેજ જી.આઇ.ડી.સી.માં આવેલ સુયોગ કંપનીના સ્ટોરરૂમમાં મુકેલ રૂ.1.78 લાખના સામાનની ચોરી થઈ હતી જે અંગે સુયોગ કંપનીના સંચાલક દ્વારા આપવામાં આવેલ ફરીયાદ અનુસાર પાલેજ પોલીસ મથકના પી.આઈ.કે.આર.વ્યાસ અને તેમની ટીમે ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી CCTV ફુટેજ મેળવી તેનું એનાલિસીસ કર્યું હતું.
સાથે જ હ્યુમન સોર્સીસ તથા અંગત બાતમીદારો થકી અલગ અલગ દિસામાં તપાસ કરી CCTV ફુટેજમાં દેખાતા ચાર ઇસમો તથા ચોરીનો મુદામાલ લેનાર ઇસમ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આ મામલામાં અક્ષયભાઇ હિમ્મતભાઇ પટેલ,અજયભાઇ અશોકભાઇ વસાવા, નીતીનભાઇ જશુભાઇ વસાવા, રાજેશભાઇ ટીનાભાઇ વસાવા અને સંજયભાઇ ચંદુભાઇ વસાવા તમામ રહે. સાસરોદ ગામ, નવી નગરી તા.કરજણ જી.વડોદરાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.38 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.