ભરૂચમાં આવેલ 40 જર્જરીત મિલ્કતો આપી રહી છે મોટી દુર્ઘટનાને આમંત્રણ

ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વ ભરુચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોનસુન કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 જેટલી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે તો વરસાદી પાણીના નિકાલની કાંની પણ સાફ-સફાઈ શરૂ કરવામાં આવી છે.

ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વ ભરુચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં આવેલ જર્જરીત, મિલકતો, બિલ્ડીંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે ભરૂચ નગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા મિલકતોના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને જર્જરિત ઇમારત ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. નગર સેવાસદન દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે જ્યાં પણ જર્જરીત મિલકત દેખાય તેના માલિકને સાથે રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો બીજી તરફ શહેરમાં આવેલ વિવિધ નાની મોટી કાંસની પણ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે ચોમાસાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે જેના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે વરસાદી પાણીના નિકાલની કાંસની પણ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

Latest Stories